સાળંગપુર તીર્થધામના દર્શનીય સ્થળો
(૧) શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર :
- મુખ્ય નિજ મંદિર
(૨) યષ્ટિકા (લાકડી) :
- શ્રી હનુમાનજી મહારાજની જમણી બાજુમાં સ.ગુ.શ્રી ગોપાળાનંદ સ્વામીની
પ્રસાદીની યષ્ટિકા (લાકડી).
(૩) કૂવો :
- શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરમાં પ્રસાદીનો કૂવો છે. જેની ઉપર
પિત્તળનું ઢાંકણું છે. જેનું પાણી આજે પણ હનુમાનજી મહારાજને સ્નાનપાન કરવામાં
વપરાય છે.
(૪) ભગવાન શ્રી સ્વામિનારાયણનું મંદિર ( શ્રીહરિ મંદિર):
- હનુમાનજી મંદિરના પટાંગણમાં ભવ્ય કાષ્ટનું નવનિર્મિત મંદિર.
(૫) ભગવાન શ્રી સ્વામિનારાયણની પ્રસાદીનું ગાડુ, ઢોલિયો, બાજોઠ, પથ્થર અને
અલગ અલગ કાષ્ટ જે શ્રી સ્વામિનારાયણ મંદિરમાં છે.
(૬) શ્રી નારાયણ કુંડ :
- ભગવાન શ્રી સ્વામિનારાયણ જ્યારે પણ સાળંગપુર આવતા ત્યારે આ
કુંડમાં સ્નાન કરતા હતા તે પ્રસાદીનું પવિત્ર સ્થાન છે. આજે પણ ભૂત-પ્રેત, આધિ-વ્યાધિ,
ઉપાધિથી પીડાતા લોકોને આ પવિત્ર કુંડમાં સ્નાન કરાવીને પછી જ પાઠમાં
બેસાડવામાં આવે છે.
(૭) જીવાખાચરનો દરબારગઢ :
- ભગવાન શ્રી સ્વામિનારાયણ જ્યારે પણ સાળંગપુર આવતા હતા ત્યારે
અહીંના જીવાખાચરના દરબારગઢમાં રહેતા હતા. તે દર્શનીય અને પવિત્ર સ્થળ અહીં
છે. જે સ્થાને ભગવાન શ્રી સ્વામિનારાયણે ૧૮ વચનામૃત કહ્યા છે.
(૮) શ્રી નિલકંઠ મહાદેવજી :
- ભગવાન શ્રી સ્વામિનારાયણ જ્યારે પણ સાળંગપુર આવતા ત્યારે આ
મહાદેવજીની પૂજા કરતા. આ મંદિર ધર્મશાળામાં આવેલ છે.
(૯) પ્રસાદીની છત્રી :
- મંદિરના પટાંગણમાં પ્રસાદીની છત્રી છે, જ્યાં ભગવાન શ્રી સ્વામિનારાયણે ભોજન કરેલ.
(૧) શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર :
- મુખ્ય નિજ મંદિર
(૧૦) પ્રસાદીનો ચોરો :
- શ્રીહરિના ચરણોથી પવિત્ર સાળંગપુર ગામનો આ ચોરો છે, જ્યાં શ્રીહરિ અનેકવાર પધાર્યા છે.