Kashtbhanjan Aarti


જય કપિ બળવંતા, પ્રભુ જય કપિ બળવંતા,
સુરનર મુનિજન વંદિત, પદરજ હનુમંતા
.... જય કપિ0 ૧

પ્રૌઢ પ્રતાપ પવન સુત, ત્રિભુવન જયકારી; (૨)
અસુર રિપુ મદ ગંજન, ભય સંકટ હારી
.... જય કપિ0 ૨

ભૂત પિશાચ વિકટ ગ્રહ, પીડત નહિ જંપે; (૨)
હનુમંત હાક સુણીને, થર થર થર કંપે
.... જય કપિ0 ૩

રઘુવીર સહાય ઓળંગ્યો, સાગર અતિ ભારી;(૨)
સીતા શોધ લે આયે, કપિ લંકા જારી
.... જય કપિ0 ૪

રામ ચરણ રતિ દાયક, શરણાગત ત્રાતા;(૨)
પ્રેમાનંદ કહે હનુમંત, વાંછિત ફળદાતા
.... જય કપિ0 ૫