Welcome to Kashtbhanjandev Temple Salangpur

હનુમાન જયંતિ

શનિવાર, 12 એપ્રિલ, 2025

Days
Hours
Minutes
Seconds

હનુમાન જયંતિ હનુમાનજીના જન્મદિવસ તરીકે ઉજવવામાં આવે છે અને હિન્દુ ધર્મમાં તેનો વિશેષ મહિમા છે. આ વર્ષે હનુમાન જયંતિ શનિવાર, 12 એપ્રિલ, 2025ના રોજ આવે છે. આ પવિત્ર દિવસે ભક્તો હનુમાનજીના મંદિરે જઈ પ્રાર્થના કરે છે, હનુમાન ચાલીસા પાઠ કરે છે અને ઉપવાસ રાખી તેમને નમન કરે છે. હનુમાનજી શક્તિ, ભક્તિ અને અટૂટ વિશ્વાસના પ્રતિક છે, અને તેમના આશીર્વાદથી ભક્તો જીવનમાં નિડરતા અને સંકલ્પબળ પ્રાપ્ત કરે છે.

હનુમાન જયંતિની ઉજવણી

મ્યુઝિકલ નાઈટ

શ્રી હનુમાન જયંતીની પૂર્વ સંધ્યાએ રાત્રે 9:00 વાગ્યાથી ગુજરાતના સુપ્રસિદ્ધ કલાકારો દ્વારા ગુજરાતી સાહિત્ય, ભજનો એવમ શ્રી હનુમાનજી મહારાજના પવિત્ર ભજનો દ્વારા સંગીતમય આનંદદાયક મહોલ સર્જાશે.

સમૂહ મારુતિ યજ્ઞ

દાદાના પ્રાંગણમાં એક સાથે હજારો ભક્તો બેસી સમૂહ મારુતિ યજ્ઞ કરી શ્રી કષ્ટભંજનદેવને પ્રસન્ન કરશે.

છડી અભિષેક

અનાદિ મૂળ અક્ષરમૂર્તિ સદગુરુ શ્રી ગોપાળાનંદસ્વામીની પ્રસાદીની છડીનો દિવ્ય અભિષેક કરવામાં આવશે.

દિવ્ય અન્નકુટ

વિવિધ વાનગીઓથી સભર શ્રી કષ્ટભંજનદેવને બપોરે 11:00 વાગ્યે અન્નકૂટ ધરાવવામાં આવશે.

નૂતન શ્રિંગાર

ભક્તો દ્વારા ભાવથી તૈયાર કરાયેલા નૂતન શૃંગાર ધારણ કરી શ્રી કષ્ટભંજનદેવ ભક્તોને દર્શન આપશે.

જન્મોત્સવ સેલિબ્રેશન

શ્રી હનુમાન જયંતીના પવિત્ર દિવસે શણગાર આરતી બાદ મંદિરના પવિત્ર પ્રાંગણમાં સંતો અને હજારો ભક્તોની હાજરીમાં કેક કટીંગ અને ડીજે સંકેતનના તાલે જન્મોત્સવનું ઐતિહાસિક સેલિબ્રેશન કરવામાં આવશે.

મહા અન્નક્ષેત્ર

દર્શને આવનાર લાખો લોકોને નિશુલ્ક મીઠાઈ સાથેનું સવાર – બપોર અને સાંજનું ભોજન મહાઅનક્ષત્રમાં પ્રાપ્ત થશે.

મેડિકલ કેમ્પ

ભક્તો હનુમાનજીની મૂર્તિ સાથે શોભાયાત્રા કાઢે છે, ધ્વજ લહેરાવે છે અને રાત્રે ભજન-કીર્તન અને જાગરણ કરે છે.

હેલિકોપ્ટરથી પુષ્પ વર્ષા

શ્રી હનુમાન જયંતીના પવિત્ર દિવસે આરતી સમયે શ્રી કષ્ટભંજનદેવના શિખર ઉપર હેલિકોપ્ટર દ્વારા પુષ્પ વર્ષા કરવામાં આવશે.

દાદાના ભક્તો હેલિકોપ્ટર દ્વારા મંદિર ઉપર અને કિંગ ઓફ સાળંગપુર પર પુષ્પ વર્ષા કરી મંદિરની પ્રદક્ષિણા કરી શકશે

મ્યુઝિકલ નાઈટ

શ્રી હનુમાન જયંતીની પૂર્વ સંધ્યાએ રાત્રે 9:00 વાગ્યાથી ગુજરાતના સુપ્રસિદ્ધ કલાકારો દ્વારા ગુજરાતી સાહિત્ય, ભજનો એવમ શ્રી હનુમાનજી મહારાજના પવિત્ર ભજનો દ્વારા સંગીતમય આનંદદાયક મહોલ સર્જાશે.

સમૂહ મારૂતિ યજ્ઞ