Welcome to Kashtbhanjandev Temple Salangpur

સમૂહ મારુતિ યજ્ઞ

  • ઘણા બધા ભક્તો શ્રી હનુમાનજી મહારાજનો યજ્ઞ એકી સાથે મળીને કરે છે તેને સમૂહ મારુતિ યોગ્ય કહેવામાં આવે છે.
  • ભક્તો પોતાની મનોકામના, સંકલ્પ પૂર્તિ, દાદાની પ્રસન્નતા, મનની શાંતિ વગેરે પ્રયોજનથી સાળંગપુર ધામમાં થતા સમૂહ મારુતિ યોગ્યમાં ભાગ લે છે.
  • વર્ષમાં બે વાર થતાં આ સમૂહ મારુતિ યજ્ઞનો મહિમા અનેરો છે તેથી જ દાદાના ભક્તો વર્ષોથી આ સમૂહમાં જોડાઈ છે અને હનુમાનજી મહારાજને પ્રસન્ન કરે છે, પ્રાર્થના કરે છે અને એક અલગ જ આધ્યાત્મિક શક્તિ, આધ્યાત્મિક આનંદનો અનુભવ કરે છે.
  • સંતો એવં પવિત્ર ભૂદેવોના સાનિધ્યમાં યજ્ઞનું આયોજન કરવામાં આવે છે.
  • સમૂહમાં ભક્તો એક સાથે બેસી પ્રતિક રૂપે પોતાની સન્મુખ હનુમાનજી મહારાજને રાખી અને પૂજન, અર્ચન અને યજ્ઞ અને આહુતિ આપે છે અને મુખ્ય યજ્ઞ કુંડની અંદર યજ્ઞના મુખ્ય યજમાનો, સંતો અને ભૂદેવો આહુતિ આપે છે.
  • ત્યારબાદ સમૂહમાં શ્રી હનુમાનજી મહારાજનો અભિષેક થાય છે અને અંતમાં હનુમાનજી મહારાજના મુખ્ય યજ્ઞકુંડની અંદર બધા જ ભક્તો શ્રીફળ હોમી સમૂહયજ્ઞનું સમાપન કરે છે.
  • વર્ષમાં બે વખત એટલે કે પવિત્ર હનુમાન જયંતીના દિવસે ( ચૈત્ર સુદ પૂર્ણિમા ) એવં પવિત્ર કાળી ચૌદશના દિવસે શ્રી હનુમાનજી મહારાજનો સમૂહ યજ્ઞ ભવ્ય રીતે કરવામાં આવે છે.
  • સમૂહ યજ્ઞનો સમય : સવારે 7 થી બપોરે 12 સુધીનો હોય છે.
  • ભાઈઓ તથા બહેનો આ યજ્ઞમાં ભાગ લઈ શકે છે.
  • રજીસ્ટ્રેશન જે તે સમયે ૧૫ થી ૨૦ દિવસ પહેલાથી online અને offline કરવામાં આવે છે.

કોઈ ચોક્કસ તિથિ, પ્રસંગ, ઉત્સવ કે વિશિષ્ટ દિન પર મારુતિ યજ્ઞ, ચાલીસા યજ્ઞ કે સમૂહ યજ્ઞ કરવા ઈચ્છતાં ભાવિક ભક્તો મંદિરનાં કાઉન્ટર પર અથવા અધિકૃત નંબર
+91 9825835304 / 05 / 06
પર સંપર્ક કરી શકે છે.