Welcome to Kashtbhanjandev Temple Salangpur

વાઘા: શણગાર - શયન

  • શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજને મંગળા, શણગાર અને શયન એમ દિવસમાં ત્રણ પ્રકારના શણગાર ભાવપૂર્વક ધરાવવામાં આવે છે.
  • ⁠દાદાના ભક્તો 5 હજારથી લઈ આઠ કરોડ સુધીના સોના ચાંદી સાથે અનેક પ્રકારના વસ્ત્રના શણગાર શ્રી હનુમાનજી મહારાજને ધરાવી દાદાને પ્રસન્ન કરે છે.
  • ⁠શ્રી સાળંગપુર ધામમાં શ્રી કષ્ટભંજન દેવને સ્વામિનારાયણ સંપ્રદાયમાં માન્ય કરેલ, શિક્ષાપત્રીમાં આપેલી આજ્ઞા મુજબ, પરમ વૈષ્ણવ શ્રી વલ્લભાચાર્યજીએ નિર્દેશ કરેલી સેવા રીતે મુજબ વ્રત, ઉત્સવ, તહેવાર, તિથિ અનુસાર અને વર્લ્ડ દિવસ, રાષ્ટ્રીય દિવસ વગેરે પ્રસંગોપાત વિવિધ પ્રકારના શણગાર ધરાવવામાં આવે છે.
  • ⁠અને દાદાના ભક્તો પણ આ સેવામાં યજમાન બની વાઘાની સેવા કરવાનો લાભ શ્રદ્ધા પૂર્વક લઈ શકે છે.

અલંકાર

  • સાળંગપુરમાં શ્રી કષ્ટભંજન દેવને વસ્ત્ર અલંકાર સોનાના હાર ચાંદીના હાર મુંગટ મોજડી વગેરે પ્રકારના આભૂષણો ધરાવી દાદાના ભક્તો હનુમાનજી મહારાજને રાજી કરે છે.
  • અમાસ, પૂર્ણિમા, તહેવારો પ્રસંગોપાત હનુમાનજી મહારાજને સોના ચાંદીના મુગટ અને વિવિધ પ્રકારના હાર વગેરે ધરાવવામાં આવે છે.
  • ⁠આપ પણ હનુમાનજી મહારાજને રાજી કરવા માટે સેવા કરવા માટે સોના ચાંદીના મુગટ, હાર વગેરે બનાવી દાદાને અર્પણ કરી શકો છો તેમ જ આપેલા સંપર્ક દ્વારા સેવા માટે યોગ્ય માર્ગદર્શન મેળવી શકો છો.

થાળ

  • શ્રી હનુમાનજી મહારાજને વિવિધ પ્રકારની વાનગીઓનો મંગળાનો થાળ ૫.૩૦ કલાકે, મધ્યાન રાજભોગ થાળ ૧૦.૩૦ કલાકે અને સંધ્યાનો થાળ ઋતુ અનુસાર સાંજે ૭ કલાકે ધરાવી દાદાના ભક્તો હનુમાનજી મહારાજને રાજી કરે છે.
  • ⁠સુખડી, મોહનથાળ, મગજ, મોતિયા, ચુરમા, મેસુબથી લઇ વિવિધ પ્રકારના મીઠાઈઓના થાળ ધરાવીને હનુમાનજી મહારાજને પ્રસન્ન કરવામાં આવે છે.
  • ⁠મંદિરની ઓફિસમાંથી હનુમાનજી મહારાજને થાળની યોગ્ય ભેટ કરી રસીદ મેળવીને પણ આપ દાદાને એક દિવસનો ભવ્ય થાળ ધરાવી શકો છો. 
  • અને તેનો પ્રસાદ પણ મંદિર માંથી આપવામાં આવે છે.

આરતી

  • શ્રી હનુમાનજીની આરતીમાં કહેવામાં આવ્યું છે કે તેમની શક્તિશાળી ભુજાઓ હંમેશા સજ્જનોની રક્ષા કરે છે અને રાક્ષસોનો નાશ કરે છે.
  • શ્રી હનુમાનજીની આરતી કરવાથી ભક્તોના તમામ પાપો દૂર થાય છે.
  • ⁠સનાતન ધર્મમાં, હનુમાનજીને સૌથી શક્તિશાળી અને બુદ્ધિશાળી દેવ તરીકે પૂજવામાં આવે છે.
  • ⁠શ્રી સાળંગપુર ધામમાં શનિવાર, મંગળવાર અને પૂર્ણિમાના દિવસે મંગળા આરતી સાડા પાંચ વાગ્યે શણગાર આરતી સાત વાગ્યે અને સંધ્યા આરતી ઋતુ અનુસાર ૭ વાગ્યે કરવામાં આવે છે.
  • ⁠એ સિવાયના દિવસોમાં કેવળ શણગાર આરતી સવારે ૫:૪૫ કલાકે અને સંધ્યા આરતી ઋતુ અનુસાર ૭ વાગ્યે કરવામાં આવે છે

અન્નકુટ

  • શ્રી સાળંગપુર ધામમાં શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજને અન્નકૂટ ધરાવી વિશેષ રૂપે પ્રસન્ન કરવામાં આવે છે ભાવ વ્યક્ત કરવાનો મહિમા અનેરો છે.
  • દાદાના ભક્તો પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે, સંકલ્પની પૂર્તિ માટે પણ હનુમાનજી મહારાજને અન્નકૂટ ધરાવે છે. જેનો લાભ આ પણ લઈ શકો છો.
  • ⁠શ્રી સાળંગપુર ધામમાં પવિત્ર ચૈત્રમાસ, શ્રાવણ માસ, ધનુર્માસ, શ્રી હનુમાન જયંતી, કાળી ચૌદશ વગેરે તહેવારો પ્રસંગે વિવિધ પ્રકારની વાનગીઓના પારંપરિક રીતે ભવ્ય અન્નકૂટ ધરાવવામાં આવે છે. જેના ઓનલાઇન અને ઓફ્લાઈન દર્શન કરીને દુનિયાભરમાં વસતા દાદાના ભક્તો રાજી થાય છે અને ધન્યતા અનુભવે છે.
  • ⁠વર્ષ દરમિયાન શ્રી હનુમાનજી મહારાજને અંદાજે ૧૦૦ થી પણ વધારે અન્નકૂટ પ્રેમપૂર્વક ભાવપૂર્વક ધરાવવામાં આવે છે.

ધ્વજા અર્પણ

  • શ્રી સાળંગપુર ધામમાં કોઈપણ મનોકામના પૂર્ણ કરવા માટે દાદાના મંદિરને ધ્વજ લગાવવાનું વ્રત લે છે. હનુમાનજીની પૂજા ધ્વજ વિના પૂર્ણ થતી નથી.
  • મંદિરમાં ધ્વજ ફરકાવવાથી વ્યક્તિના ધનમાં હંમેશા વધારો થાય છે.
  • જેમ મંદિરનો ધ્વજ દૂરથી દેખાય છે, તેવી જ રીતે ધ્વજ ચડાવવાથી વ્યક્તિ દરેક ક્ષેત્રમાં વિજયી બને છે અને તેની કીર્તિ સર્વત્ર લહેરાવે છે.
  • ⁠શ્રી સાળંગપુર ધામ દાદાના દરબારમાં સવારે સાડા પાંચ વાગ્યાથી સંધ્યા આરતીના સાત વાગ્યા સુધી ધ્વજ ચઢાવવામાં આવે છે જેની રસીદ મંદિરની ઓફિસમાંથી મેળવવાની રહે છે.
  • ⁠ઘણા ભક્તો પોતાના ગામ અને શહેરથી મંદિરની મોટી ધ્વજા બનાવી સંઘ સાથે પદયાત્રા કરીને દાદાના દરબારમાં સંગીત ઢોલ નગારા સાથે મંદિરમાં ધ્વજા ચઢાવવાનો ભવ્ય કાર્યક્રમ કરે છે.

દિવ્ય શણગાર અને ભવ્ય અન્નકૂટ

શ્રીકષ્ટભંજનદેવને દિવ્ય શણગાર, થાળ કે ભવ્ય અન્નકૂટ સેવા કરવા ઈચ્છતાં ભાવિક ભક્તો મંદિરનાં કાઉન્ટર પર અથવા અધિકૃત નંબર +91 9825835304 / 05 / 06 પર સંપર્ક કરી શકે છે.