Welcome to Kashtbhanjandev Temple Salangpur

પાટોત્સવ

 • જે તે મંદિરની પ્રતિષ્ઠાની જે તિથિએ કરવામાં આવેલ છે તેને દર વર્ષે તે જ તિથિએ પ્રતિષ્ઠાનું સેલિબ્રેશન કરવું તેને પાટોત્સવ કહેવામાં આવે છે.
 • ⁠શ્રી સાળંગપુર ધામમાં આસો વદ પાંચમના દિવસે શ્રી હનુમાનજી મહારાજની પ્રતિષ્ઠા સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીએ કરી હતી.
 • ⁠તે જ તિથિએ દાદાને ભવ્ય શણગાર, અન્નકૂટ, દાદાનો રાજપચાર પૂજન વગેરે કાર્યક્રમો કરીને પાટોત્સવને ભવ્ય રીતે ઉજવવામાં આવે છે.
 • આ દિવ્ય પાટોત્સવમાં શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના આચાર્ય મુખ્ય અર્ચક તરીકે તેમજ હજારો સંતો અને ભક્તો ભેગા મળી આ અવસરને ઉજવે છે હનુમાનજી મહારાજને રાજી કરે છે અને પોતાનો ભાવ વ્યક્ત કરી ધન્યતા અનુભવે છે.
 • ⁠દાદાના ભક્તો પાટોત્સવમાં યજમાન બનીને આ દિવ્ય અવસરની સેવાનો લાભ લઈ શકે છે.
 • ⁠મંદિરની ઓફિસમાં ઘણા વર્ષ અગાઉથી જે ભક્તોએ નામ નોંધાવેલા છે તેના દરવર્ષ દરમિયાન અનુક્રમે નામ આવે છે અને યજમાન તરીકે એ ભક્ત સેવાનો લાભ લે છે આવી પરંપરા છેલ્લા 175 વર્ષથી ચાલી આવે છે.

ધનુર્માસ

 • સૂર્યદેવ જ્યારે મકરરાશિમાં સંક્રાંતિ કરે છે તે અગાઉ એક મહિના સુધી ધન રાશિમાં રહે છે. આ ધન રાશિમાં જે સૂર્યનું રહેવું તેને જ ધનુર્માસ કહેવામાં આવે છે.
 • ⁠શ્રી સાળંગપુર ધામમાં ધનુર માસ દરમિયાન હનુમાનજી મહારાજને શનિવાર, મંગળવાર અને રવિવારે વિશેષ શણગાર કરવામાં આવે છે.
 • ⁠દર શનિવારે અને પૂર્ણિમાએ દાદાને ભવ્ય અને અન્નકુટ ધરાવવામાં આવે છે.
 • સંપૂર્ણ ધનુર્માસમાં શ્રી હનુમાન ચાલીસા યજ્ઞ કરવામાં આવે છે જેમાં ભક્તો ઓનલાઈનના માધ્યમથી પોતાનું નામ નોંધાવી સાળંગપુર ધામમાં યજ્ઞ કરે છે અને તેનો પ્રસાદ કુરિયર મારફતે મેળવે છે.
 • ⁠આમ શ્રી સાળંગપુર ધામમાં ધનુર્માસ આયોજન પૂર્વક ભવ્ય રીતે ઉજવવામાં આવે છે

શ્રાવણ માસ

 • સાળંગપુર ધામમાં શ્રાવણ માસના પવિત્ર દિવસોમાં શ્રી હનુમાનજી મહારાજને દરરોજ અવનવા શણગારો અવનવા અન્નકૂટ, જન્માષ્ટમી વગેરે જેવા ભવ્ય કાર્યક્રમો, સંપૂર્ણ માસ દરમ્યાન ભવ્ય હનુમાન ચાલીસા યજ્ઞ, પદયાત્રા, શોભાયાત્રા વગેરે જેવા કાર્યક્રમો કરીને સંપૂર્ણ શ્રાવણ માસને ખૂબ જ ભક્તિ ભાવપૂર્વક ઉજવવામાં આવે છે.
 • ઉત્સવ દરમિયાન દાદાના ભક્તો દ્વારા યજમાન તરીકે આ તમામ ઉત્સવની ભાવપૂર્ણ રીતે સેવા કરવામાં આવે છે.

હનુમાન જયંતી

 • રામાયણ સહિત અન્ય ગ્રંથો જેવા કે મહાભારત અને વિવિધ પુરાણોમાં શ્રી હનુમાન જી મહારાજનું વર્ણન થયું છે.
 • જેઓ અંજની અને કેસરીના પુત્ર તેમજ વાયુદેવના પુત્ર છે.
 • ⁠દાદાનો જન્‍મ ચૈત્રી પૂનમને દિવસે થયો હતો, જેની હનુમાન જયંતી તરીકે ઉજવણી થાય છે.
 • ⁠સાળંગપુર ધામમાં શ્રી હનુમાન જયંતીનો મહોત્સવ ખૂબ જ ઐતિહાસિક રીતે ઉજવવામાં આવે છે.
 • વિશેષ કરીને ચૈત્ર સુધી પૂર્ણિમાના આગલા દિવસે ભવ્ય શોભાયાત્રા, જેમાં હજારો લોકો ભેગા મળીને હનુમાનજી મહારાજની શોભા યાત્રામાં સામેલ થાય છે.
 • ચૈત્ર સુદી પૂર્ણિમાના દિવસે દુનિયા ભરમાં વસતા હજારો ભક્તો દાદાના દિવ્ય દર્શન કરવા આવે છે.
 • દાદાને સરસ સુવર્ણના શણગાર ભવ્ય અન્નકૂટ કરવામાં આવે છે.
 • ⁠દાદાના પ્રાંગણમાં સમૂહ મારુતિ યજ્ઞનું દિવ્ય આયોજન કરવામાં આવે છે અને તે દિવસે સાળંગપુર ધામમાં ધામમાં મહા અન્નક્ષેત્ર કરવામાં આવે છે. જેનો લાભ હજારો લોકો મેળવે છે અને તૃપ્ત થાય છે.
 • લાખો લોકો આ પવિત્ર હનુમાન જયંતીના દિવસે શ્રી કષ્ટભંજન દેવના દર્શન કરી ધન્યતા અનુભવે છે અને ઐતિહાસિક કાર્યક્રમમાં દાદાના વહાલા ભક્તો યજમાન તરીકે સેવા કરી અને દાદા ને પ્રસન્ન કરે છે.

કાળી ચૌદશ

 • કાળી ચૌદસના દિવસે આ શુભ યોગમાં ભગવાન શ્રી હનુમાનની પૂજા કરવાથી વ્યક્તિને દરેક ક્ષેત્રમાં સફળતા મળે છે અને ધનમાં વૃદ્ધિ થાય છે.
 • ⁠કાળી ચૌદસના પવિત્ર દિવસે શ્રી સાળંગપુર ધામમાં શ્રીકષ્ટભંજન દેવને સમુહ મારૂતિ યજ્ઞ કરવામાં આવે છે.
 • ⁠સવારથી બપોર ૧૨ કલાક સુધી ચાલનારા આ યજ્ઞમાં વિશેષ કરીને હનુમાનજી મહારાજ નું પૂજન અને યજ્ઞ કરવામાં આવે છે જેનો હજારો લોકો ભાગ લે છે.
 • ⁠આ પરમ પવિત્ર દિવસે જે લાકડીના માધ્યમથી સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીએ શ્રી કષ્ટભંજન દેવની પ્રતિષ્ઠા કરી છે એ જ લાકડીનો મહા અભિષેક કરી અને પાણી અને એ પ્રસાદી નું જળ ભક્તોમાં વિતરણ કરવામાં આવે છે.
 • હનુમાનજી મહારાજના અન્નકૂટ અને વિશેષ શણગાર કરીને આ દિવસની ઉજવણી કરવામાં આવે છે અને હજારો ભક્તો ભાવપૂર્વક આ દિવસે દાદાના દર્શન કરી ધન્યતા અનુભવે છે અને યજમાનો આ ઉત્સવમાં સેવા કરી અને પરીતૃપ્તતા નો અનુભવ કરે છે અને દાદાના આશીર્વાદ મેળવે છે.

કોઈ ચોક્કસ તિથિ, પ્રસંગ, ઉત્સવ કે વિશિષ્ટ દિન પર મારુતિ યજ્ઞ, ચાલીસા યજ્ઞ કે સમૂહ યજ્ઞ કરવા ઈચ્છતાં ભાવિક ભક્તો મંદિરનાં કાઉન્ટર પર અથવા અધિકૃત નંબર
+91 9825835304 / 05 / 06
પર સંપર્ક કરી શકે છે.