શ્રી કષ્ટભંજનદેવની શરણમાં આવેલો જીવ ક્યારેય ખાલી હાથે પાછો ગયો નથી. તેમની મનોકામના સદૈવ પૂર્ણ થઈ છે. દાદાનાં દર્શન, સાધના અને સેવાથી એવા એક નહીં પણ અસંખ્ય માનવીઓ અને પરિવારોએ શાંતિ, સુરક્ષા અને સુખ મેળવ્યાં છે. દેશ-વિદેશની અગણિત પેઢીઓ હનુમાનજીનાં આશીર્વાદ થકી સમૃદ્ધ થઈ છે.
ગુજરાતમાં પંચધાતુમાં નિર્મિત શ્રી હનુમાનજી મહારાજની સૌથી ઉંચી પ્રતિમા ‘કિંગ ઓફ સાળંગપુર’ ભક્તિ, સેવા અને કળાનાં દિવ્યતા અને ભવ્યતાનાં સંગમ સમાન છે. માત્ર સ્વામિનારાયણ સંપ્રદાય જ નહીં પરંતુ ગુજરાત અને સનાતન ધર્મનાં ગૌરવ સમાન આ પ્રતિમા સાળંગપુરધામમાં સૌને દર્શન આપે છે.
7 વીઘા જેટલી વિશાળ જમીન પર 3,25,00 સ્ક્વેર ફીટ બાંધકામ ધરાવતું ગુજરાતનું સૌથી મોટું ભોજનાલય સાળંગપુરધામમાં આવેલું શ્રી કષ્ટભંજનદેવ ભોજનાલય છે.
મંદિર પરિસરમાં જ 20 વીઘાની વિશાળતમ જગ્યા પર 8,85,000 સ્ક્વેર ફૂટમાં નિર્માણાધીન શ્રી ગોપાળાનંદ સ્વામી યાત્રિક ભવન ભારતનું સૌથી મોટું યાત્રિક ભવન બની રહેશે.
શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી અહીં સાળંગપુરધામમાં પ્રત્યક્ષ વિરાજમાન છે. જે કોઈપણ દિનદુઃખી અહીં આવે છે તેની પીડા દૂર કરે છે આ હનુમાનદાદા.
શાસ્ત્રી સ્વામીશ્રી હરિપ્રકાશદાસજી