Welcome to Kashtbhanjandev Temple Salangpur

ભગવાન સ્વામિનારાયણનાં ચરણકમળથી પ્રાસાદિક ભૂમિ

 • ભગવાન સ્વામિનારાયણે સાળંગપુરમાં અનેકવાર પધાર્યા, 18 વચનામૃતોનું ઉદ્બોધન કર્યું અને અનેક લીલાં ચરિત્રો કરી આ ભૂમિને તીર્થત્વ અર્પણ કર્યું

 • ભારતીય સંસ્કૃતિનાં ઉત્સવોને શુદ્ધરુપે ઉજવવાનો આરંભ કરીને સાંસ્કૃતિક ક્રાંતિનો આરંભ કર્યો

ગુજરાતનું સૌથી મોટું ભોજનાલય સાળંગપુરધામમાં

 • દર મહિને 7.50 લાખથી વધુ અને વર્ષે 90 લાખથી વધુ ભક્તો અને મુલાકાતીઓ ગુજરાતનાં સૌથી મોટા ભોજનાલયમાં નિઃશુલ્ક ભોજન પામે છે

 • કુદરતી આપત્તિ કે હોનારત વખતે સાળંગપુરધામ દ્વારા નાત-જાતનાં ભેદ રાખ્યા વિના પીડિતોને ફૂડ પેકેટ્સ અને ખાદ્ય સામગ્રી વિતરણ કરવામાં આવે છે

સાક્ષાત્ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી ભક્તોનાં કષ્ટ હરે છે

 • સાક્ષાત્ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી ભક્તોનાં કષ્ટ હરે છે

 • 175 વર્ષથી કરોડો લોકો અહીં દર્શને આવીને આરતી, સુંદરકાંડનાં પાઠ, મારુતિ યજ્ઞ વગેરે ધાર્મિક વીધી વિધાનોમાં જોડાઈ આધ્યાત્મિક સાધના કરે છે

ગુજરાતની સૌથી મોટી હનુમાનજીની મૂર્તિ શોભાયમાન છે

 • પંચધાતુમાં 54 ફૂટ ઉંચાઈ ધરાવતી શ્રીહનુમાનજીની પ્રતિમા કિંગ ઓફ સાળંગપુર સનાતમ ધર્મની અસ્મિતા અને ગુજરાતનાં ગૌરવ સમાન છે

 • 5,000 વર્ષ સુધી અડિખમ રહે તેવું મજબુત સ્ટ્રક્ચર ધરાવતાં કિંગ ઓફ સાળંગપુર સ્ટેચ્યુ પાસે જ ભારતીય
  કળા સ્થાપત્યનાં નઝરાણા સમાન 754 ફૂટ લાંબી પરિક્રમા નિર્મીત કરવામાં આવી છે

શ્રદ્ધાળુ યાત્રિકોની સુવિધાઓ માટે મંદિરમાં સવલતો

 • મોટી સંખ્યામાં આવતાં દાદાનાં ભક્તોનાં ઉતારા માટે મંદિર પરિસરમાં સુવિધાસજ્જ 1,050 રુમો ધરાવતું શ્રીગોપાળાનંદ સ્વામી યાત્રિક ભવન નિર્માણકાર્ય કાર્યરત છે

 • સમુહમાં કે પરિવાર સાથે આવતાં યાત્રાળુઓ માટે એસી-નોન એસી રુમ્સ અટેચ બાથરૂમ સાથે, ડોર્મેટ્રી, પાર્કિંગ એરિયા, ચુસ્ત સલામતી, પ્રસાદ, પીવાનું શુદ્ધ પાણી, સાહિત્ય ભંડાર

કુદરતી આપત્તિઓ અને હોનારત સમયે સેવા કાર્યો

 • સાળંગપુરધામ દ્વારા કોરોનાકાળમાં અંદાજિત રુ. 45 કરોડનું ભવન કોરોના કેર હોસ્પિટલમાં રુપાંતરિત કરી માનવસેવા માટે અર્પણ કરવામાં આવ્યું

 • વિનામૂલ્યે ગરીબ દિકરીઓનાં સમૂહલગ્ન, વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ, 50 વર્ષથી મંદિર ટ્રસ્ટ દ્વારા ગૌમાતાનું સેવાકાર્ય

શાસ્ત્રી સ્વામીશ્રી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા) અને તેમનાં સંતમંડળનાં સંચાલન હેઠળ સાળંગપુરધામમાં આધ્ચાત્મિક, સાંસ્કૃતિક અને સામાજિક કાર્યો અવિરતપણે કાર્યરત છે

“શ્રદ્ધાનું બીજું નામ એટલે સાળંગપુરધામ. શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી અહીં સાળંગપુરધામમાં પ્રત્યક્ષ બિરાજમાન છે. જે કોઈપણ દીનદુઃખી અહીં આવે છે તેની પીડા દૂર કરે છે આ હનુમાનદાદા. અહીં મનુષ્યો રડતાં રડતાં આવે છે અને

શ્રીહનુમાનજી મહારાજ તથા ભગવાન સ્વામિનારાયણનાં પ્રતાપથી હસતા હસતા જાય છે.“

– શાસ્ત્રી સ્વામીશ્રી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)