Welcome to Kashtbhanjandev Temple Salangpur

સાળંગપુરધામમાં શ્રીહનુમાનજી મહારાજનાં દર્શન માટે આવતાં ભક્તો અને યાત્રાળુઓ અહીં મંદિર પરિસરમાં જ ભગવાન સ્વામિનારાયણનાં સંબંધથી પાવન થયેલાં સ્થાન અને ચીજ વસ્તુઓ દૃશ્યમાન થશે. 

200 વર્ષનો ઐતિહાસીક અને પાવન વારસાને નિહાળવાનો અવસર અહીં પ્રાપ્ત થશે.

શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર

નિજ મંદિર

ભગવાન શ્રીસ્વામિનારાયણનું મંદિર

હનુમાનજી મંદિરનાં પટાંગણમાં ભવ્ય કાષ્ટનું નવનિર્મિત મંદિર

યષ્ટિકા (લાકડી)

નિજ મંદિરમાં શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજની જમણી બાજુમાં સદ્ગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીની પ્રસાદીની યષ્ટિકા (લાકડી)

કિંગ ઓફ સાળંગપુર

સનાતન ધર્મનાં ગૌરવ સમાન ગુજરાતમાં હનુમાનજી મહારાજની સૌથી ઉંચી પ્રતિમા.પંચધાતુમાં બનેલી 54 ફૂટ ઉંચી હનુમાનજી મહારાજની ભવ્ય પ્રતિમા સૌ ભક્તોને શ્રદ્ધાની શક્તિ અર્પે છે.

પ્રસાદીનો કૂવો

શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી નિજ મંદિરમાં પ્રસાદીનો કૂવો છે. જેની ઉપર પિત્તળનું ઢાંકણું છે. જેનું પાણી આજે પણ હનુમાનજી મહારાજને સ્નાન કરવામાં વપરાય છે.

પ્રસાદીની ચીજ વસ્તુઓ

ભગવાન શ્રીસ્વામિનારાયણની પ્રસાદીનું ગાડુ, ઢોલિયો, બાજોઠ, પથ્થર અને અલગ અલગ કાષ્ટ જે સ્વામિનારાયણ મંદિરમાં જોવા મળે છે.

નારાયણ કુંડ

ભગવાન શ્રીસ્વામિનારાયણ જ્યારે પણ સાળંગપુર આવતા ત્યારે આ કુંડમાં સ્નાન કરતા હતા તે પ્રસાદીનું પવિત્ર સ્થાન છે. આજે પણ ભૂત- પ્રેત, આધિ-વ્યાધિ-ઉપાધિથી પીડાતા લોકોને આ પવિત્ર કુંડમાં સ્નાન કરાવીને પછી જ પાઠમાં બેસાડવામાં આવે છે.

જીવાખાચરનો દરબારગઢ

ભગવાન શ્રીસ્વામિનારાયણ જ્યારે પણ સાળંગપુર આવતા હતા ત્યારે અહીંના રાજા જીવાખાચરનાં દરબારગઢમાં રહેતા હતા. તે દર્શનીય, પવિત્ર અને ઐતિહાસીક સ્થળ અહીં જ છે. જે સ્થાને ભગવાન શ્રીસ્વામિનારાયણે 18 વચનામૃત કહ્યાં છે.

શ્રીનીલકંઠ મહાદેવજી

ભગવાન શ્રીસ્વામિનારાયણ જ્યારે પણ સાળંગપુર આવતા ત્યારે આ મહાદેવજીની પૂજા કરતા. આ મંદિર ધર્મશાળા પાસે આવેલ છે.

પ્રસાદીની છત્રી

હનુમાનજી મંદિરનાં પટાંગણમાં પ્રસાદીની છત્રી છે, જ્યાં ભગવાનશ્રી સ્વામિનારાયણે ભોજન કરેલું.

પ્રસાદીનો ચોરો

શ્રીહરિનાં ચરણોથી પવિત્ર સાળંગપુર ગામનો આ ચોરો છે, જ્યાં શ્રીહરિ અનેકવાર પધાર્યાં છે.