7 વિઘાથી વધુ જગ્યામાં શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર સાળંગપુરધામ દ્વારા સુંદર ગૌશાળાનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેમાં અસલ ગીર ઔલાદની 100થી વધુ ગાયો અને વાછરાડાંઓનો ઉછેર કરવામાં આવે છે.
શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર સાળંગપુરધામનાં વ્યવસ્થાપક સંત પૂજ્ય સ્વામીશ્રી હરિપ્રકાશદાસ - અથાણાવાળા દ્વારા યુવાનોમાં સત્સંગ, સંસ્કાર, સંસ્કૃતિ અને સર્વાંગી વિકાસનાં મૂલ્યોનું સિંચન થાય તેમજ ઉત્તમ નાગરીકો બને તે માટે યુવા સત્સંગ કેન્દ્રની સ્થાપના કરવામાં આવી છે.
વિદ્યાર્થીઓને વિનામૂલ્યે શૈક્ષણિક કીટ વિતરણ કરવામાં આવે છે
આર્થિક રીતે નબળા વર્ગનાં લોકો માટે મંદિર ટ્રસ્ટ દ્વારા વિનામૂલ્યે ભવ્ય સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવે છે.
કુદરતી હોનારત સમયે સાળંગપુરધામ દ્વારા સદાય સંતો અને સ્વંયસેવકો દ્વારા રાહતકાર્યો કરવામાં આવે છે.
સ્વાસ્થ્ય રક્ષા માટે સદાય જાગૃત પૂજ્ય સંતો દ્વારા મંદિર પરિસરમાં નિયમિત રીતે નિઃશુલ્ક રોગ નિદાન કેમ્પ તેમજ ફ્રી મેડિકલ ચેક અપ કેમ્પ આયોજિત કરવામાં આવે છે.