Welcome to Kashtbhanjandev Temple Salangpur

પૂર્ણિમા પૂજન

  • શ્રી સાળંગપુર ધામમાં શ્રી કષ્ટભંજન દેવને પૂર્ણિમાના પવિત્ર દિવસે દિવ્ય અને ભવ્ય રીતે પૂર્ણિમા પૂજન (ષોડશોપચાર) કેવળ ને કેવળ શ્રી હનુમાનજી મહારાજની પ્રસન્નતા માટે આશીર્વાદ માટે કરવામાં આવે છે.
  • ષોડશોપચાર પદ્ધતિ પ્રમાણે પૂજા 16 ચરણોમાં કરવામાં આવે છે.
  • ⁠ભોજન, અર્ઘ્ય, આમચન, સ્નાન, વસ્ત્રો, આંતરવસ્ત્રો (યજ્ઞોપવીત અથવા પવિત્ર દોરો), આભૂષણો, સુગંધ, ફૂલ, ધૂપ, દીપ, નૈવેદ્ય, તાંબુલ, સ્તુતિ, તર્પણ અને નમસ્કાર કરી શ્રી હનુમાનજી મહારાજની દિવ્નેય આરતી કરી દાદાને પ્રસન્ન કરવામાં આવે છે.
  • આ પૂજન અંદાજે ૧ કલાક સુધી ચાલે છે.
  • આ ષોડશોપચાર પૂજન શ્રી સાળંગપુર ધામમાં દર પૂર્ણિમાના દિવસે સાંજે ૬ થી ૭ વાગ્યા સુધી કરવામાં આવે છે. પૂજનના અંત ભાગમાં દાદા ની ભવ્ય રીતે સમૂહ સંધ્યા આરતી કરવામાં આવે છે.
  • આપ પણ આ પૂજનમાં યજમાન તરીકે લાભ લઇ દાદાની એવં સંતો ભક્તોની પ્રસન્નતા મેળવી શકો છો.

કોઈ ચોક્કસ તિથિ, પ્રસંગ, ઉત્સવ કે વિશિષ્ટ દિન પર મારુતિ યજ્ઞ, ચાલીસા યજ્ઞ કે સમૂહ યજ્ઞ કરવા ઈચ્છતાં ભાવિક ભક્તો મંદિરનાં કાઉન્ટર પર અથવા અધિકૃત નંબર
+91 9825835304 / 05 / 06
પર સંપર્ક કરી શકે છે.